1 કાળવ્રત્તાંત 19 : 1 (GUV)
આમ્મમનીઓનો રાજા નાહાશ મારણ પામ્યો, ને તેની જગાએ તેનો પુત્ર ગાદીએ બેઠો.
1 કાળવ્રત્તાંત 19 : 2 (GUV)
દાઉદે કહ્યું, “હું નાહાશના પુત્ર હાનૂન પર કૃપા રાખીશ. કેમ કે તેના પિતાએ મારા પર કૃપા રાખી હતી.” માટે તેણે તેના પિતા ના મૃત્યુ સંબંધી તેને દિલાસો આપવા માટે માણસો મોકલ્યા. દાઉદના સેવકો હાનૂનને દિલાસો આપવા માટે આમ્મોનીઓના દેશમાં તેની પાસે ગયા.
1 કાળવ્રત્તાંત 19 : 3 (GUV)
પણ આમ્મોનીઓના આગેવાનોએ હાનૂનને કહ્યું, “શું તમે એમ ધારો છો કે, તમારા પિતાના સન્માનાર્થે દાઉદે તમારી પાસે દિલાસો આપનારાઓને મોકલ્યા છે? શું તેના ચાકરો દેશની તપાસ કરવા, તેને પાયમાલ કરવા તથા દેશની બાતમી કાઢવા માટે તમારી પાસે નથી આવ્યા?”
1 કાળવ્રત્તાંત 19 : 4 (GUV)
તેથી હાનૂને દાઉદના સેવકોને પકડીને તેઓના માથાં મૂંડાવ્યાં, ને તેઓના જામા વચમાંથી કમર સુધી કાપી નાંખીને તેઓને પાછા મોકલી દીધા.
1 કાળવ્રત્તાંત 19 : 5 (GUV)
તે પુરુષોના કેવા હાલ કર્યા છે તેની ખબર કોઈએ જઈને દઉદને આપી. અને તેણે તેઓની સામા માણસોને મોકલ્યા. કેમ કે તેમને ઘણી શરમ લાગતી હતી. રાજાએ તેમને કહાવ્યું, “તમારી દાઢી વધતાં સુધી તને યરીખોમાં રહો, ને પછીથી મારી પાસે આવજો.”
1 કાળવ્રત્તાંત 19 : 6 (GUV)
આમ્મોનીઓએ જોયું કે તેઓ દાઉદની નજરમાં ધિક્કારપાત્ર થયા હતા, ત્યારે હાનૂને તથા આમ્મોનીઓએ અરામ-નાહરાઈમમાંથી, અરામ-માકામાંથી સવારો ભાડે રાખવા માટે એક હજાર તાલંત રૂપું મોકલ્યું.
1 કાળવ્રત્તાંત 19 : 7 (GUV)
તેમાંથી તેઓએ પોતાને માટે બત્રીસ હજાર રથો તથા માકાના રાજાને તથા તેના લોકોને પગાર ઠરાવીને રાખ્યા. તેઓએ આવીને મેદબા આગળ છાવણી નાખી.આમ્મોનીઓ પોતાના નગરોમાંથી એકત્ર થઈને યુદ્ધ કરવા આવ્યા.
1 કાળવ્રત્તાંત 19 : 8 (GUV)
દાઉદે એ સાંભળ્યું ત્યારે તેણે યોઆબને આખા સૈન્ય સહિત મોકલ્યો.
1 કાળવ્રત્તાંત 19 : 9 (GUV)
આમ્મોનીઓએ બહાર આવીને નગરના દરવાજાની પાસે વ્યૂહ રચ્યો. જે રાજાઓ [તેમની મદદે] આવ્યા હતા તેઓ રણક્ષેત્રમાં એક બાજુએ ઊભા રહ્યા હતા.
1 કાળવ્રત્તાંત 19 : 10 (GUV)
યોઆબે જોયું કે, પોતાની સામે આગળ તથા પાછળ વ્યૂહ રચાયો છે, ત્યારે તેણે ઇઝરાયલના સર્વ ચૂંટી કાઢેલા સૈનિકોમાંથી કેટલાકને પસંદ કરીને અરામીઓની સામે વ્યૂહ રચ્યો.
1 કાળવ્રત્તાંત 19 : 11 (GUV)
બાકીના લોકોને તેણે પોતાના ભાઈ અબીશાયની સરદારી નીચે સોંપ્યા, ને તેઓએ આમ્મોનીઓની સામે વ્યૂહ રચ્યો.
1 કાળવ્રત્તાંત 19 : 12 (GUV)
તેણે કહ્યું, “જો મને અરામીઓ હરાવે, તો તું મને સહાય કરજે, પણ જો તું આમ્મોનીઓથી હારી જાય, તો હું તને સહાય કરીશ.
1 કાળવ્રત્તાંત 19 : 13 (GUV)
હિમ્મત રાખજે, ને આપણા લોકને માટે તથા આપણા ઈશ્વરના નગરોને માટે આપણે બહાદુરી બતાવીએ. પછી યહોવાને જેમ સારું લાગે તેમ તે કરો.”
1 કાળવ્રત્તાંત 19 : 14 (GUV)
એ પ્રમાણે યોઆબ તથા તેની સાથેના સૈનિકો અરામીઓની સામે લડવા માટે નજીક ગયા. એટલે તેઓ તેમની આગળથી નાસવા લાગ્યા.
1 કાળવ્રત્તાંત 19 : 15 (GUV)
આમ્મોનીઓએ જોયું કે, અરામીઓએ પીછેહઠ કરી છે, ત્યારે તેઓ પણ યોઆબના ભાઈ આબીશાયની આગળથી નાસીને નગરમાં ભરાઈ ગયા. પછી યોઆબ યરુશાલેમ પાછો આવ્યો.
1 કાળવ્રત્તાંત 19 : 16 (GUV)
અરામીઓએ જોયું કે ઇઝરાયલથી આપણે હારી ગયા છીએ, ત્યારે તેઓએ સંદેશિયાઓ મોકલીને નદીને પેલે પાર જે અરામીઓ હતા, તેઓને હદારએઝેરના સૈન્યાના સરદાર શોફાખની સરદારી નીચે તેડાવ્યા.
1 કાળવ્રત્તાંત 19 : 17 (GUV)
દાઉદને એની ખબર મળી, એટલે તે સર્વ ઇઝરાયલને એકત્ર કરીને યર્દન ઊતર્યો, ને તેઓ જ્યાં હતા ત્યાં જઈ પહોંચીને તેણે તેઓની સામે વ્યૂહ રચ્યો. જ્યારે દાઉદ અરામીઓની સામે વ્યૂહ રચી રહ્યો, ત્યારે તેઓની સામે યુદ્ધ કર્યું.
1 કાળવ્રત્તાંત 19 : 18 (GUV)
ઇઝરાયલે અરામીઓને નસાડ્યા, અને દાઉદે અરામના સાત હજાર રથ માંના યોદ્ધાઓને તથા ચાળીસ હજાર પાયદળ સિપાઈઓને મારી નાખ્યા, ને તેમના સેનાપતિ શોફાખને પણ મારી નાખ્યો.
1 કાળવ્રત્તાંત 19 : 19 (GUV)
જ્યારે હદારએઝેરના ચાકરોએ જોયું કે, પોતે ઇઝરાયલને હાથે હાર ખાધી છે, ત્યારે તેઓએ દાઉદની સાથે સલાહ કરી, ને તેના તાબેદાર થયા. ત્યાર પછી ફરીથી કદી અરામીઓને આમ્મોનીઓને સહાય કરવાની ઇચ્છા થઈ નહિ.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19

BG:

Opacity:

Color:


Size:


Font: